હાલોલના પાવાગઢ રોડ પર આવેલ નવીન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (ન્યાય મંદિર) ખાતે આજે 75 માં પ્રજાસત્તાક પર્વની હાલોલ વકીલ મંડળ દ્વારા રંગે ચંગે હર્ષોલ્લાસ સાથે દેશભક્તિના રંગે રંગાઈ દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોર્ટના પ્રાંગણમાં હાલોલ કોર્ટના તમામ નામદાર જજશ્રીઓની તેમજ તમામ વકીલોની હાજરીમાં આનબાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજને ફરકાવી તિરંગાને માનભેર સલામી અર્પણ કરાઈ હતી અને ઉમંગભેર સૌએ એકબીજાને શુભેચ્છા પાઠવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી આ પ્રસંગે

એડી.ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.સી.ગાંધી સાહેબ,એડી.ચીફ જુડીશ્યલ મેજિસ્ટ્રેટ વી.વી.મોંઢે સાહેબ, તેમજ જુડીસિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કુમારી એચ.એચ.બિસ્નોઈ તેમજ હાલોલ વકીલ મંડળના પ્રમુખ એચ.વી.હેલૈયા તથા ઉપપ્રમુખ દિનેશ રાઠોડ,સેક્રેટરી મહેન્દ્ર જાદવ,જોઇન્ટ સેક્રેટરી હિતેશ પરમાર તેમજ ખજાનચી રાજેશ ચાવડા તેમજ તમામ કારોબારી સભ્ય તેમજ મોટી સંખ્યામાં સિનિયર વકીલો તથા તમામ વકીલો અને સમસ્ત કોર્ટ સ્ટાફના લોકો હાજર રહ્યા હતા.