સુરત ખાતે ફરજ બજાવતા કાજલબેન વીરાભાઈ દયાતરે પાવર લીફ્ટીંગમાં નેશનલ મેડલ મેળવી સુરત પોલીસ નું ગૌરવ વધારવા બદલ પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર તોમાર દ્વારા ગણતંત્ર દિવસે પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવેલ વર્ષ-૨૦૨૩માં નેશનલ કક્ષાએ રમાયેલ (૧) યુનાઈટેડ પાવર લીફ્ટીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયા, દ્વારા સુરત ખાતે તા.૩૦/૧૧/૨૦૨૩ થી તા.૦૩/૧૨/૨૦૨૩ દરમ્યાન રમાયેલ ઇવેન્ટમાં કુલ-૪ મેડલ તેમજ (૨) કાશ્મીર ખાતે યોજાયેલ નેશનલ પાવર લીફ્ટીંગ ચેમ્પીયનશિપ-૨૦૨૩ માં કુલ-૩ ગોલ્ડ મેડલ મેળવી કાજલબેન વીરાભાઈ દયાતરે ગુજરાત અને સુરત શહેર પોલીસ માટે સ્પોર્ટસ લેવલે ખુબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે. જે ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવતા આપને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ સારૂ પ્રદર્શન કરતા રહો તેવી અપેક્ષા સાથે આપની ઉજ્જવળ કારડીદી માટે શુભકામના પાઠવવામાં આવી....

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા - કેશોદ