દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....