ગાંધીનગર: મધુર ડેરીની કન્સ્ટ્રક્શન સાઈટ પર ખાતર પાડનાર ચોર ની પોલીસે કરી ધરપકડ, રૂપિયા 1.23 લાખની લોખંડની પ્લેટો- એંગલો ની કરી હતી ચોરી

ગાંધીનગરના દશેલા ગામમાં નવી બનતી મધુર ડેરી ની ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ પરથી થોડા દિવસ પહેલા લોખંડની પ્લેટો- એંગલો મળીને કુલ રૂ. 1 લાખ 23 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર પ્રાંતિજનાં ઈસમને ચીલોડા પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો 

જો કે મળતી માહિતી પ્રમાણે પોલીસ તપાસમાં ચોરીના ગુનાને અંજામ આપનાર કન્સ્ટ્રક્શન કંપનીનો જ સ્ટોર કીપર હોવાનું સામે આવ્યું હતું