ખેડા - ઠાસરા 

વીર શહીદ મિતેશ પટેલ ને અપાઈ અંતિમ સલામી ...

હીબકે ચઢ્યું આખું ગામ ...

પંચમહાભૂત માં વિલીન થયો પાર્થિવ દેહ 

વીર શહીદ ને વિરાંજલી આપવા મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઠાસરા વિધાનસભા નાં ધારાસભ્ય સહિત અગ્રણીઓ અને માજી સૈનિકો જોડાયા અંતિમ યાત્રામાં 

ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો નાં નારા થી ગુંજી ઉઠ્યું સમગ્ર માર્ગ 

અંતિયાત્રામાં આસપાસ નાં ગામો માંથી મહિલા વડીલો યુવાનો બાળકો સૌ કોઈ ધર્મ નાં લોકો મોટી સંખ્યામાં જોડાયા

જો વાત કરવામાં આવે તો ઢુણાદરા નાં વતની મિતેશ પટેલ ભારતીય સેનામાં છેલ્લા ૨૨ વર્ષથી ફરજ બજાવતા હતા

લખનઉ ખાતે લીધો હતો અંતિમ શ્વાસ ત્યારબાદ તેઓના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે પોતાના માદરે વતન ઢુણાદરા ખાતે આજરોજ વહેલી સવારે લાવવામાં આવ્યો હતો 

જ્યા કાલસર થી ઢુણાદરા ગામ સુધી મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે જોડાયા હતા અને વીર શહીદ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

સાથે સાથે સમગ્ર પંથકના માજી સૈનિકો પણ જોડાયા હતા અને વીર શહીદ ને સલામી આપી હતી

આજરોજ શહીદ મિતેશ પટેલ નો પાર્થિવ દેહ પોતાના માદરે વતન ઢુણાદરા ખાતે પંચ તત્વો માં વિલીન થયો