ગાંધી ચોક ખાતે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ખાંભામાં ગાંધી ચોક ખાતે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં ખાંભામાં કોમી એકતા અને નાતજાત અને પક્ષાપક્ષી છોડી ન ભૂતો ન ભવિષ્યતિ એક ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 

કાર્યક્રમમાં પધારેલ સાધુ સંતોએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરુઆત કરી હતી. ત્યારબાદ પધારેલ સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ પધારેલ સાધુ સંતો દ્વારા પ્રવસન નો લહાવો મળ્યો હતો.ગાંધી ચોકમાં વિશાળ જન મેદનીની ભરચક વચ્ચે રામ નામના નારા થી મેદાન ગુંજી ઉઠ્યું હતું.

સાધુ સંતોની ની હાજરી તેમજ બહેનો દ્વારા વિવિધ અવનવા બેડાનો શણગાર તેમજ સેલ્ફી પોઇન્ટ આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.તો બીજી તરફ રામ મંદિરમાં અમૂલ્ય યોગદાન આપનાર કાર સેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેશભૂષાઓ દ્વારા લોકોને દિલમાં સ્થાન મેળવ્યું હતું.હાજર રહેલ તમામ પત્રકાર મિત્રોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. અંતે તેમજ બહેનો દ્વારા રાસ ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સરપંચ શ્રી બાબુભાઈ ખુમાણ,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અરવિંદભાઈ ચાવડા,નીરુભાઈ રાઠોડ, ડો કિર્તીભાઇ બોરીસાગર, સહિતના સામાજિક,રાજકીય,આગેવાનો વિવિધ સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ હરીયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.