પાવીજેતપુર પંથકમાં તાપમાન ૧૨ ડિગ્રી સુધી જતા ઠંડીનો ચમકારો ખૂબ વધ્યો

           પાવીજેતપુર પંથકમાં તાપમાન ૧૨ ડિગ્રી સુધી નીચું જતા ઠંડીનો ચમકારો ખૂબ વધી જવા પામ્યો છે, જેના કારણે આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરવાનો વારો આવ્યો છે. 

            સામાન્ય રીતે પોષ માસમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે તાજેતરમાં 26 ડિગ્રી થી લઇ ૧૨ ડિગ્રી સુધી તાપમાન જાય છે જેને લઇ આખો દિવસ લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળે છે. તેમજ ઠંડીનો ચમકારો વધવાના કારણે વહેલી સવારે લોકો તાપણા કરી ઠંડીથી રક્ષણ મેળવવાનું પ્રયાસ કરતા નજરે પડે છે. ઠંડીનો ચમકારો ખૂબ વધી જવાના કારણે જાણે શિયાળો હવે ચાલુ થયો હોય એમ લાગી રહ્યું છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે લોકો તા કરી ગરમાટો મેળવી ઠંડીને ભગાડવાનો પ્રયત્ન કરતા નજરે પડે છે.

           આમ, છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ૧૨ ડિગ્રી સુધી નીચે જતા ઠંડીનો ચમકારો ખૂબ વધી જવા પામ્યો છે જેને લઇ સવાર સાંજ તા કરતા લોકો નજરે પડે છે.