સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કોમી એકતા નું પ્રતીક રામલલાની શોભાયાત્રા માં જોવા મળ્યું 

         અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગાધકડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમાં સમસ્ત લોકોને મુસ્લિમ સમાજ દ્વારા ચા અને પાણી ની વ્યવસ્થા સમસ્ત મુસ્લિમ સમાજ ગાધકડા દ્વારા કરવામાં આવેલ હતી 

  અને તમામ લોકો આ શોભાયાત્રા ની સેવામાં પણ જોડાયા હતા. આ કામગીરી દરમિયાન પણ તમામ લોકોની હાજરી હતી તે ઉપરથી સાબિત થાય છે સર્વ ધર્મ સમભાવ નો અનુભવ ગાધકડા ગામમાં જોવા મળ્યો હતો 

 રિપોર્ટ દિલીપ વાઘેલા