રામજી મંદિર, કબીર ટેકરી, તાત્કાલિક હનુમાનજી આશ્રમ, ભાવના સોસાયટી, સંત કબીર સોસાયટી આ વિસ્તારો બન્યા અયોધ્યાપુરમ
અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારે સાવરકુંડલા શહેરના અનેક વિસ્તારોમાં પણ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાવરકુંડલા શહેરના કબીર ટેકરી આશ્રમ, રામજી મંદિર, તાત્કાલિક હનુમાનજી આશ્રમ,ભાવના સોસાયટી, સંત કબીર સોસાયટી વગેરે જાણે અયોધ્યા સમો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ મહા આરતીમાં આ વિસ્તારના લોકો જોડાશે તેમજ ડેઇલી સવારે પ્રભાત ફેરી પણ નીકળે છે અને આમ સમગ્ર વાતાવરણ જ્યારે રામ મય બન્યું છે ત્યારે અયોધ્યાપુરમમાં ૯૦૦ ધજા ઘરે ઘરે ધજાઓ ફરકતી જોવા મળે છે તો સમગ્ર વિસ્તારમાં રોશનીના ઝળહળા થતાં જોવા મળે છે સમગ્ર વિસ્તારમાં ૩૧૦૦ ફૂટ જેવી લાઇટિંગથી ભવ્ય શણગારતાં રાત્રિનો માહોલ પણ ખૂબ દિલચસ્પ જોવા મળે છે.
આમ આ વિસ્તારમાં પ્રવેશતાં જ જાણે અયોધ્યાપુરમમાં પધાર્યા હોય તેવો અહેસાસ થાય છે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આ વિસ્તાર અયોધ્યાની માફક શણગારવામાં આવેલ છે. આ વિસ્તારમાં પ્રવેશતાં જ વિશાળ અને ભવ્ય પ્રવેશદ્વાર ખરેખર ધ્યાનાકર્ષક જોવા મળે છે એક વખત રાત્રે નીકળી આ વિસ્તારની મુલાકાત લેવા જેવી ખરી.
રિપોર્ટ દિલીપ વાઘેલા