ખાંભા ના ડેડાણ આઉટ પોસ્ટ ખાતે પી. એસ. આઈ. હડિયા સાહેબ ના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ.

ભગવાન શ્રી રામની શોભાયાત્રાને ધ્યાને લઈને બેઠક બોલાવી

જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને તમામ ધર્મ ના લોકો એકબીજા સાથે હળીમળીને શોભાયાત્રાની ઉજવણી કરે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેવી આગેવાનો દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.તેમજ જ્યાં શોભાયાત્રા નીકળશે તે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાભા પી. એસ. આઈ. હડિયા સાહેબ.સ્ટાફ ના એ.એસ.આઈ કમલેશભાઈ વાઢેર તેમજ સ્ટાફ.તેમજ ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા. સરપંચ પ્રતિનિધિ અલારખાંભાઈ પઠાણ. કોળીસમાજ પ્રમુખ બાબુભાઇ મકવાણા. સિપાઈ સમાજ પ્રમુખ અયુબખાન પઠાણ. ઘાંચી સમાજ પ્રમુખ મજીદભાઈ ટાંક. ઇસ્માઇલખા પઠાણ. ઉપ સરપંચ ઘનશ્યામભાઈ કચ્છી. રમેશબાપુ ગોસાઈ. અલારખભાઈ પડાયા. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી સંજયભાઈ વહરા ,પૂર્વ સરપંચ કરશનભાઈ ,જગદીશ મકવાણા તેમજ પત્રકાર બહાદૂરભાઈ હિરાણી. સહીત ના હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં