કાલોલ તળાવ પાસેની આંગણવાડી દ્વારા શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિરના ઉત્સવની ઉજવણી નિમિત્તે વેશભૂષા સાથે પ્રાથના કરાઈ
કાલોલ શહેર ઇન્દિરા નગર સ્થિત તળાવની પાળ પાસેની આંગણવાડી ૧૦ માં ભણતા નાના નાના બાળકો દ્વારા અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિરની આવતી કાલે તારીખ ૨૨ જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા કરવાની હોય તેમની ઉજવણીના ભાગરૂપે આંગણવાડીના બાળકો દ્વારા શ્રીરામ શ્રી લક્ષ્મણ અને માતા સીતાજીની વેશભૂષા સાથે આંગણવાડીમાં આવી જેમાં શ્રીરામજી ના હથિયાર એવું રામબાણ સાથે મોટા પ્રમાણમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના નાના બાળકો ઉપસ્થિત રહી આંગણવાડીમાં અયોધ્યા ખાતે શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા સફળ બને તે માટે આંગણવાડીમાં પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હેતલબેન કોન્ટ્રાકટર દ્વારા કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો