કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલ વેજલપુર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વોદય લઘુમતિ હાઇસ્કુલમાં રમતોત્સવ યોજવામાં આવ્યો હતા આ રમોસ્તવમાં શાળાના ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
હતો અને રમતોત્સવ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો સતત અભ્યાસમાં વ્યસ્ત રહેતા બાળકો તણાવ મુક્ત બને અને તેઓમાં એકગ્રતા ધ્યાન ખેલદિલી જૂથ કાર્ય નિર્ણય શક્તિ સ્ક્રુતિ મદદની ભાવના વિકસે તે માટે રમોસ્તવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કબડ્ડી, ખોખો, સિક્કાશોધ, ચંપલશોધ, કૉથળાદોડ, ત્રિપગી દોડ, સંગીતખુરશી, દેડકાદોડ અને લીંબુચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલાં અનેક રમૂજી દશ્યો જોવાની ખૂબ મજા પડી.હતી સમગ્ર રમોસ્તવનું સફળ આયોજન શાળાના તોસિફ મામજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ રમોસ્તવને શાળાના શિક્ષકોએ સફળ બનાવવા ખૂબ મેહનત કરી હતી બે દિવસીય રમોસ્તવમાં વિદ્યાર્થીઓ આનંદ ઉલ્લાસથી ભાગ લઈને રમોસ્તવને સફળ બનાવ્યો હતો