ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા સુખદેવભાઈ માળીએ થોડા સમય પહેલા ડીસાના રીશાલા બજાર પાસે આવેલ શ્રીજી ચોકમાં કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાંથી સોયાબીન તેલનો ૧૫ કિલો નો ડબ્બો લીધો હતો જે તેલ તેઓ ઘરે લાવી વાપરવા માટે ખોલતા તેલ જામી ગયું હતું જેથી તેમને શંકા ગઈ હતી કે સોયાબીન તેલ કદી જાંમવું જોઈએ નહીં પરંતુ આ તેલ ડુબલીકેટ હોવાથી જામી જતા ગ્રાહકે દુકાનદારને જાણ કરી હતી જોકે દુકાનદારે યોગ્ય જવાબ ન આપતા આખરે સુખદેવભાઈ માળીએ આ મામલે બનાસકાંઠા ફૂડ વિભાગમાં રજૂઆત કરી હતી જેના પગલે શુક્રવારે સવારે બનાસકાંઠા ફૂડ વિભાગના પ્રિયંકાબેન ચૌધરી સહિત તેમની ટીમે શ્રીજી ચોકમાં આવેલી કનૈયા ટ્રેડિંગમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી અને દુકાનમાંથી જુદી જુદી બ્રાન્ડના તેલના સેમ્પલ લીધા હતા આ સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ ફ્રુડ વિભાગ દ્વારા કનૈયા ટ્રેડિંગ સામે આગળની કાર્યવાહી કરાશે ડીસા માં ફ્રુડ વિભાગના દરોડા થી ખાદ્ય ચીજ વસ્તુઓનું ડુબલીકેટિંગ કરતાં તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો તો બીજી તરફ ડુબલીકેટ તેલનું વેચાણ કરતા તત્વ પણ પોતાના શટર પાડી ગાયબ થઈ ગયા હતા
બોક્સ
ફ્રુડ વિભાગે માત્ર દુકાનમાં તપાસ કરી ગોડાઉન ચેક ના કર્યું
ડીસામાં એક ગ્રાહકની રજૂઆતના પગલે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે શુક્રવારે કનૈયા ટ્રેડિંગ ની દુકાન માં તપાસ કરી જુદી જુદી બ્રાન્ડના તેલના સેમ્પલ લીધા હતા જોકે ફ્રુડ વિભાગની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે ફ્રુડ વિભાગે કનૈયા ટ્રેડિંગ ની માત્ર દુકાનમાં તપાસ કરી ગોડાઉન ચેક ન કરતા અનેક શંકા ઉપજી રહી છે