કામધેનુ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ રમતોત્સવ માં પશુપાલન પોલિટેકનિક કોલેજ ખડસલીના બે વિધાર્થીએ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા... 

     કામધેનુ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ રમતોત્સવમાં તમામ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં પશુપાલન પોલિટેકનિક ખડસલીના વિદ્યાર્થીઓએ ૨૦૦ મીટર દોડમાં જયરાજ મોરીએ પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો અને ગોળા ફેકમાં બારડ યાજ્ઞિકે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે 100 મીટર દોડમાં મોરી મિતરાજ સિલ્વર મેડલ મેળવ્યો હતો. અને દાંતીવાડા ખાતે આ રમતોત્સવ યોજાયો હતો 

    આ ટીમના કોચ તરીકે ડોક્ટર યોગેન્દ્ર સિંહ ગઢવી ઉપસ્થિત હતા અને પશુપાલન પોલિટેકનિક ના પ્રિન્સિપાલ ડોક્ટર કુણાલ એમ બદાણી. એ તમામ ખેલાડીઓને બિરદાવ્યા હતા.

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા