વડોદરામાં જીંદગી ડૂબી ગઈ અને ફક્ત કપડાં મળ્યાં

વડોદરાના હરણીમાં બોટ 16 જિંદગીઓ સાથે ડૂબાવી ગઈ. આમાં બાળકો અને શિક્ષકો સામેલ છે. હવે આ તળાવમાં બચાવ કામગીરી ચાલે છે. આ કામગીરીમાં જિંદગીઓ હારી ગઈ અને ફક્ત કપડાંઓ મળ્યાં છે. આ સાથે જ વડોદરા શહેરમાં મોતનો માતમ છવાયો છે.મોતનો માતમ: કોણે છે કોન્ટ્રાકટર?

વડોદરા શહેરના હરણી ના મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. ન્યૂ સન રાઇઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન અચાનક બોટ પલટી જતા બાળકો અને શિક્ષકો સહિત 16ના મોત થયા છે. બોટ સવારીનો કોન્ટ્રાકટર પરેશ શાહ નામના વ્યક્તિને આપવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ કોન્ટ્રાકટર ફરાર થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોન્ટ્રાકટર પરેશ શાહે કોઈ બીજાને પેટા કોન્ટ્રાક આપ્યો હતો.હાલમાં સોશિયલ મીડિયામાં પણ આ દુખની વાત ફેલાઈ રહી છે.