12 બાળકોના મોત: કોન્ટ્રાક્ટર-કોર્પોરેશન જવાબદાર: વિપક્ષ નેતા.

વડોદરા શહેરના હરણીના મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન અચાનક બોટ પલટી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. 12 બાળકોના મોત થયા છે. વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કહ્યું કે, આ ઘટનામાં બેદરકારી છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન જવાબદાર છે. ફક્ત ભ્રષ્ટાચાર અને રૂપિયા કમાવવાની લાલસા કારણે દુર્ધટના થઇ છે.