બનાસકાંઠા જીલ્લામાં બૂટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવા અવનવા કિમીયા ઘડતા હોઈ છે, પરંતુ પોલીસ તમામ કિમીયાઓને નાકામયાબ કરી રહી છે. ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી બાતમી હકીકતના આધારે એક પંજાબ રાજ્યના પાર્સિંગવાળી ટ્રકમાંથી બટાકાના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. બે ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક બટાકાના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. ધાનેરા પોલીસને બાતમી હકીકતના આઝાકે એક ટ્રકમાં બટાકાના કટ્ટાની આડમાં દારૂની પેટીઓ સંતાડી આવનાર છે.
જે આધારે પોલીસ નેનાવા ચેકપોસ્ટ પર શંકાસ્પદ ટ્રક PB - 02 - BR - 9736 રોકાવી પોલીસ તપાસ કરતા બટાકાના કટ્ટા નીચે દારૂની 155 પેટી 4596 જેટલી બોટલ કબ્જે કરી ટ્રક ચાલક ( 1 ) ગોરબીતસીંગ સોહનસીંગ જાટ શીખ રહે. મખનપુરા સ્ટકકડ લોપોકે અમૃતસર પંજાબ ( 2 ) ચરણજીતસીંહ મુખ્તારસીંહ જાટ રહે.દાદુપુરારોડ મંજીઠા અમૃતસર રાજ્ય પંજાબવાળાઓને ઝડપી પાડી પ્રોહી મુદામાલ મોકલી આપનાર રસપાલસીંહ રહે.પંજાબ વાળાઓ વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.