ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બુધવારે ખાણ ખનીજ વિભાગનના લીઝ ના ATR સર્વર ઠપ્પ થતા ફરી એકવાર ડમ્પર ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને દિવસ પર સર્વર ચાલુ ન થતા નદીમાં રેતી ભરવા આવેલા હેવી વાહનોને લાંબી કતાર લાગી ગઈ હતી. તો જિલ્લા ના ખાણ ખનીજ વિભાગ ને લાખો નું નુકસાન થવા પામ્યું હતું..
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર રેતી,કપચી સહિત ખનીજ ભરતા હેવી વાહન ચાલકો બુધવારે પરેશાન થયા હતા. બુધવારે સવારથી જ ખાણ ખનીજ વિભાગમાં લીઝ ના ATR તેમજ સ્ટોક ના ATR સર્વર ઠપ થઈ જતા રેતી,કપચી ભરવા માટેની રોયલ્ટી પાસ નીકળતી ન હતી જેના કારણે માત્ર બનાસકાંઠા નહીં પરંતુ રાજસ્થાન માંથી આવતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા.
આમ સામાન્ય રીતે સવારે 6:00 વાગે ATR સર્વર શરૂ થઈ જતા રોયલ્ટી નીકળવાનુ શરૂ થાય છે પરંતુ બુધવારે સવારના એક કલાક બાદ સર્વર ઠપ થઈ ગયું હતું અને સર્વર ઠપ્પ થતાં દિવસ દરમ્યાન રોયલ્ટી નીકળી શકી ન હતી જેના કારણે રેતી ભરવા માટે આવેલા હેવી વાહનોનો અનેક નદીમાં ખડકલો થઈ ગયો હતો
ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ જીપીએસ લગાવવા માટે પણ રેતી વહન કરતા વાહન ચાલકો ભારે હેરાન થયા હતા.જીપીએસ નો સ્ટોક ઓછો અને વાહનો વધારે હોવાથી પાંચ થી છ દિવસ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી, ત્યારબાદ હવે બુધવારે ફરી ATR સર્વર ઠપ્પ થઈ જતા ડીસા પાસે પસાર થતી બનાસનદીમાં અનેક વાહનોની લાંબી કતાર લાગી હતી..
જોકે એક દિવસ માં સરકાર ને પણ લાખો ની આવક ઘટી જવા પામી હતી..