💫 શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તેમજ સાયબર ફ્રોડમાં ગયેલ રકમ પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.કે.મકવાણા સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

💫 જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલી ખાતે Republic of Moldova દેશના એક નાગરિક Alina Podlesnova તરફથી એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી શોપિંગ માટે ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ, ઓનલાઈન શોપિંગ સાઇટ બંધ થઈ ગઇ હોવા છતા વસ્તુ કે પેમેન્ટ રીટર્ન નહી કર્યા અંગેની અરજી મળેલ. જે અંગે ભાષાકીય પ્રોબ્લેમ (Language Barrier) હોવા છતા, અરજદાર સાથે યોગ્ય સુમેળ સાધી જરૂરી તમામ વિગતો મેળવી યોગ્ય કાર્યવાહી કરી, ઓનલાઇન ફ્રોડમાં ગયેલ તમામ રકમ ખુબ જ ટૂંકા સમયમાં સાયબર ક્રાઇમ પોલીસ ટીમે પરત અપાવેલ.

💫 જેથી, અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમની કામગીરીથી પ્રભાવિત થઈને, Alina Podlesnova એ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન-અમરેલીનાઓને સંબોધિને આભાર વ્યક્ત કરતો શુભેચ્છા સંદેશ ઈમેઈલ દ્વારા મોકલેલ. જે આ સાથે સામેલ છે.

💫 આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી, શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ Republic of Moldova દેશના નાગરિક સાથે થયેલ ઓનલાઈન શોપિંગ ફ્રોડની તમામ રકમ પરત અપાવવામાં સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.કે.મકવાણા, પો.સબ.ઇન્સ. શ્રી જે.એમ.કડછા તેમજ સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીના પો.કોન્સ. અમીતભાઇ ઘેવરીયા નાઓને સફળતા મળેલ છે.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી