વિજયનગરના આંતરસુબા ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં પીએમ જન મન કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશના આદિમ જૂથના લોકો સાથે વર્ચુઅલ સંવાદ સાધ્યો
મહાનુભાવોના હસ્તે મોબાઈલ હેલ્થ યુનિટનું લોન્ચિંગ કરાયું
કાથોડી આદિમ જૂથના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ વિતરણ કરાયા
***
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના આંતરસુબા પ્રાથમિક શાળા ખાતે પીએમ જનમન કાર્યક્રમ સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કુદરતના ખોળે વસતા બાંધવોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી કાર્યો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના જેવી યોજનાઓ થકી આદિવાસી લોકો માટે વિકાસના કાર્યો કર્યા છે. અંધશ્રદ્ધામાંથી બહાળ નીકળીને બીમારીની યોગ્ય સારવાર અર્થે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે,
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના 10 ગામોમાં આદિમ જૂથ કાથોડી સમાજના 260 પરિવારો વસવાટ કરે છે.
આદિમજુથોનો વિકાસ થાય અને તેઓ મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે જિલ્લામાં તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૩ થી સાબરકાંઠા જિલ્લામાં IEC Campaign શરૂ કરવામાં આવ્યું છે.
કેમ્પોમાં આયુષ્યમાન કાર્ડ તેમજ આરોગ્ય તપાસ જેમાં સિકલસેલ – ટી.બી.નું સ્કિંનિંગ, નોન કોમ્યુનિકેટેડ ડિઝીઝનું સ્ક્રીનિંગ કરાયું હતું. તેમજ લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણ કરવામાં આવ્યા છે.
કાથોડી આદિમ જુથોના કલ્યાણ અર્થે જિલ્લામાં શરૂ કરાયેલા IEC Campaign અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, પી એમ ઉજ્જવલા ગેસ કનેક્શન, નવા વીજ કનેક્શન, રેશનકાર્ડ ,ગંગા સ્વરૂપા વિધવા બહેનોને સહાય મંજૂરીના હુકમો તેમજ વારસાઇના હુકમો, ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવામાં આવ્યા છે.
આ કાર્યક્રમના સાંસદશ્રી દિપસિંહ રાઠોડના હસ્તે બાળકો માટે આંગણવાડીનું ઈ- ખાતમુહૂર્ત તથા મહાનુભાવોના હસ્તે આરોગ્ય અર્થે મોબાઈલ હેલ્થ યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના પીએમ જનમન કાર્યક્રમ સાથે વર્ચુઅલ જોડાઈ કાર્યક્રમ નિહાળ્યો હતો.બાળકો દ્વારા આદિવાસી પરંપરગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ આદિમ જૂથ અંગે ફિલ્મ નિદર્શન નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કાથોડી આદિમ જૂથના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. લાભાર્થી દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પીએમ જનમન અભિયાનના જિલ્લા કોઓર્ડીનેટરશ્રી રામ નારાયણ, નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સકસેના,ખેડબ્રહ્મા પ્રાંત સુશ્રી વંદનાબેન પરમાર તેમજ અન્ય પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ,કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.