જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લા મા પ્રોહી બિશન ની પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ની નેમ સાથે કામ કરી રહેલા કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ જે ડી તરાલ ને ઉતરાયણ ને દીવસે ચોક્કસ બાતમી મળેલ કે બસ સ્ટેન્ડ ના બહાર ના ભાગે હાઈવે રોડ ની બાજુમા એક ઈસમ તેની પાસે ના થેલા મા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને વાહન ની રાહ જોતા ઉભો છે જે બાતમી આધારે પોલીસે સ્ટાફ સાથે તપાસ શરૂ કરતા એક ઈસમ થેલા સાથે મળી આવેલ જેના થેલા મા પંચો રૂબરૂ તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમા સિગ્નેચર રેર ના ૭૫૦ મી.લી નાં કાચ ના ૧૦ બોટલ, ઓલ્ડ સ્મગ્લર રમ ૭૫૦ મી.લી. નાં પ્લાસ્ટીક નાં ૧૦ બોટલ, ઓલ્ડ મંક વેરી ઓલ્ડ રમ નાં ૭૫૦ મી.લી નાં પ્લાસ્ટિકના ૦૯ બોટલ,એક મોબાઈલ ફોન એમ કુલ મળીને રૂ ૪૧,૦૦૦/ નો પાસ પરમીટ વગર નો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલ ઈસમ જગરામ વિજયરામ યાદવ રે. નગલાવેશ તા સૈફઇ જી. ઇટાવા ઉતર પ્રદેશ હાલ રે. મહિપાલપુર માતા ચોક દિલ્હી ની અટકાયત કરી ગુનો દાખલ કરેલ અને પોલીસે ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો હતો