ડીસા પંથકમાં આજે ઉત્તરાયણના દિવસે જ ઠંડીએ કડાકો બોલાવ્યો છે અને એક જ દિવસમાં અઢી ડીગ્રી જેટલું તાપમાન ઘટી જતા આજે ડીસામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી હતું. જેની લોકોના જનજીવન પર સીધી અસર પડી હતી.

ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો કડકડતી અહેસાસ કરી રહ્યા છે અને રોજેરોજ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં આજે એક જ દિવસમાં અઢી ડિગ્રી જેટલો તાપમાન ગતિ જતા આજે ડીસામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયો હતો. જેથી લોકોના જનજીવન પર ભારે અસર જોવા મળી હતી અને ઉત્તરાયણના દિવસે જ ભારે ઠંડી પડતા વહેલી સવારથી જ ચીચાયારીઓથી ગુંજી ઉઠતા ધાબા પર પણ લોકો ઓછી સંખ્યામાં જોવા મળ્યા હતા.

ડીસામાં આજે આ સીઝનની સૌથી નીચું તાપમાન આજે નોંધાયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી રોજેરોજ એકથી દોઢ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે આજે 2.4 ડિગ્રી તાપમાન ઘટતા ડીસામાં તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું. આમ ડીસામાં 14 ડિગ્રી આસપાસ રહેતા તાપમાનમાં છેલ્લા એક અઠવાડિયામાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. જોકે, આગામી ત્રણથી ચાર દિવસ સુધી હજુ પણ કડકડતી ઠંડીનો અહેસાસ કરવો પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે.