પાલનપુર-આબુરોડ હાઇવે પર અમીરગઢ નજીક ફાઉન્ટેન હોટલ પાસે આવેલ પુલિયા પાસે શનિવારના સવારે રોડની બાજુમાં ચાલતા જતા બે રાહદારીઓને ટ્રકે ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમીરગઢ નજીક ફાઉન્ટેન હોટલ પાસેથી મોહમ્મદ કમર (રહે મુરાદાબાદ.ઉત્તરપ્રદેશ) અને તેમના મિત્ર મોહમ્મદ રજા મશરૂન હુસન પાસા (રહે.મુરાદાબાદ,ઉત્તરપ્રદેશ) પસાર થઇ રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રક નંબર આરજે-52-જીએ-0193 ના પાછળના બે ટાયર અચાનાક ફૂટતા રાહદારીઓને અડફેટે લીધા હતા.
જેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં મોહમ્મદ કમરનું મોત નીપજ્યું હતું. જ્યારે મોહમ્મદ રજા મશરૂન હુસન પાસાને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાશને અમીરગઢ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
આ અંગે મૃતકના ભાણા શાનુ મોહમ્મદ આશકર તર્ક (મુસ્લિમ) એ અમીરગઢ પોલીસ સ્ટેશને ટ્રક ચાલક વિરૂધ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.