પાવીજેતપુર પંથકમાં ઉત્તરાયણના પર્વને ઉજવવા માટે યુવાધનમાં અનેરો થનગનાટ

      પાવીજેતપુરમાં પતંગોત્સવના પર્વને બે દિવસ બાકી રહેતા યુવાનોમાં ઉતરાયણ પર્વ ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 

               ઉત્તરાયણ એટલે પતંગોત્સવ જેને મનાવવા માટે બાળકો તેમજ યુવાધનથી

માંડીને પરિવારના તમામ સભ્યોમાં તેનો અનેરો થનગનાટ જોવા મળી આવે છે. આકાશી પર્વને માણવા માટે બાર માસ જેટલા સમયની રાહ જોતાં યુવાધનમાં પતંગ ઉત્સવ ઉજવવા માટે અનેરો થનગનાટ દેખાઇ રહ્યો છે. મોંઘવારી ચરમસીમાએ પહોચી જતા મધ્યમવર્ગનું બજેટ પણ ખોરવાઇ ગયું છે. પતંગ દોરાના ભાવમાં ૨૦ ટકા જેટલો વધારો હોવા છતાં ઉત્સવપ્રિય પાવીજેતપુર

પંથકની જનતા ઉતરાયણની ઉજવણી ની તૈયારી માં મનમૂકી ખર્ચા કરતી નજરે પડી રહી છે. ધીમે ધીમે પતંગ દોરાની ગ્રાહકી નીકળી રહી છે.જોકે સિઝનેબલ વેપારમાં છેલ્લા બે દિવસમાં જ ગ્રાહકી ફુલ બહાર નીકળતી હોય છે તેથી વેપારીઓને પણ છેલ્લા બે દિવસમાં વેપાર થઇ જશે તેવી આશ લગાવી વેપાર કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને માવઠું થતાં પતંગ દોરાના માંડવા ભીંજાય ગયા હતા. દોરી સૂતાયા પછી વેહલી સુકાતી ન હોવાથી વેપારીઓ મુંજવતા નજરે પડતાં હતાં.

       પહેલાના સમયમાં યુવાધન ૫૦૦, ૧૦૦૦ વાઢ દોરી સુતાવતા હતા પરંતુ. વર્તમાન સમયમાં ૫૦૦૦, ૧૦૦૦૦ વાઢ સુધી દોરી સૂતાવવામાં આવી રહી છે. તેમજ વિવિધ ડિઝાઇનો, પોસ્ટરો વાળી પતંગો ખરીદવામાં આવી રહી છે. નગરના પ્રવેશવામાં હાઇવે ઉપર બંને બાજુ પતંગ દોરા ના માંડવા બંધાઈ ગયા છે. જેમાં પતંગ, દોરા સાથે વિવિધ જાતના પીપૂડા, હેટ, કેપ નું પણ વેચાણ મોટા પ્રમાણમાં થતું હતું. યુવાધનમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. યુવાધન ધાબા ઉપર ચઢી મોજ મસ્તી કરવાના મૂળમાં જણાઈ રહ્યું છે. દેશી ઘીની તલસાંકડી બનાવી, ધાબા ઉપર ઊંધિયું જલેબી ની પાર્ટીઓ કરવા માટેનું આયોજન

યુવાધને કરી લીધું છે.

           આમ, પાવીજેતપુર પંથકમાં યુવાધન ઉત્તરાયણની ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગ સાથે જોતરાઈ જવા પામ્યું છે.