તાજેતરમાં જ હારિજ ખાતે વઢિયાર પંથકના 185 ગામોના લોહાણાઓનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સંમેલન યોજાયું હતું.વઢિયાર લોહાણા મહાજનના ખૂબ જ ઉત્સાહી પ્રમુખ હિતેશભાઈ પૂજારા,મહામંત્રી ડો.રમેશભાઈ ઠકકર,મુખ્ય યજમાન ભરતભાઈ પાંચાણી,અગ્રણીઓ ડો.સંજયભાઈ ઠકકર,ડો.દીપેશભાઈ ઠકકર,કમલેશભાઈ તન્ના,પ્રહલાદભાઈ આઈ.પૂજારા સહિત સમગ્ર ટીમે કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.વિવિધ પ્રકારનાં સન્માનની સાથેસાથે લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું.આ સ્પર્ધામાં અમદાવાદ,ગાંધીધામ,પાટણ,ડીસા,રાધનપુર,હારિજ,શંખેશ્ર્વરની ટીમોએ ભાગ લીધો હતો.તમામ ટીમોએ સુંદર પ્રસ્તુતિ કરી હતી.

   આ સ્પર્ધામાં ડીસાની ટીમ પ્રથમ નંબરે આવતાં જલારામ મંદિર ડીસા ખાતે બંધુ સેવા ટ્રસ્ટ દ્રારા લગ્નગીતમાં ભાગ લેનાર બહેનોસોનલબેન,રિન્કુબેન,કિંજલબેન,કિશોરીબેન,ઉષાબેન,મોનાબેન,મનીષાબેન,અપેક્ષાબેન,પ્રિયલબેન સહિત તમામ બહેનોનું ફૂલછડીથી સન્માન કરી સમગ્ર ટીમને રૂપિયા 5100 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

   આ પ્રેરણાદાયી અવસરે બંધુ સેવા ટ્રસ્ટનાં અધ્યક્ષા શ્રીમતી ચારૂબેન ઠકકર,મહામંત્રી કનુભાઈ આચાર્ય,સંયોજક ભગવાનભાઈ બંધુ ઉપરાંત સર્વ આનંદભાઈ પી.ઠકકર,શારદાબેન આચાર્ય,બળદેવભાઈ રાયકા,પૂજાબેન ઠકકર,બીનાબેન ઠકકર,જ્યોતિબેનઠકકર,મીનાબેન,રવિનાબેન,ૠત્વીબેન,મંજુલાબેન,રેખાબેન,સરોજબેન,પાયલબેન,શીતલબેન,નીરૂબેન,વર્ષાબેન,હીરાભાઈ વેડવાળા,અમરતમામા,રમેશભાઈ ખરડોસણ,પ્રકાશભાઈ મજેઠીયા,દેવચંદભાઈ એન.ઠકકર,મનુભાઈ પૂજારા સહિત ખૂબ મોટી સંખ્યામાં લોહાણા સમાજના ભાઈઓ-બહેનોએ ખાસ ઉપસ્થિત રહી લગ્નગીતમાં પ્રથમ આવનાર બહેનોને અભિનંદન આપી સન્માન કર્યું હતું.સન્માન કરી પ્રોત્સાહન આપવા બદલ લગ્નગીતમાં ભાગ લેનાર બહેનોએ અત્યંત રાજીપો વ્યક્ત કરી બંધુ સેવા ટ્રસ્ટનો તેમજ સૌ આગેવાનોનો આભાર માન્યો હતો.