ગાંધીનગર : ગુજરાત રાજસ્થાનની સરહદ જાણે બુટલેગરો માટે અનુકૂળ હોય એમ મોટા ભાગના નશીલા પદાર્થ, દારૂ જેવા દ્રવ્યો ગુજરાતમાં રતનપુર સરહદે જ ઝડપાયા છે. ત્યારે આજ સરહદથી છોટા હાથીમાં વિદેશી દારૂ હોવાની બાતમી શામળાજી પોલીસને મળી હતી. છોટા હાથીમાં દારૂની ખેપ મારનાર ગાંધીનગરના રાંધેજાના બુટલેગરે શામળાજી પોલીસની નાકાબંધી ભેદી ફિલ્મીઢબે હંકારી મુકતા પોલીસે પીછો કરતા રોડ પાર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બુટલેગરે કારને ટક્કર મારતા છોટા હાથી પલ્ટી ખાઈ જતા પોલીસે વાહનચાલકને દારૂના મુદ્દામાલ સાથે ઝડપવામાં સફળતા મળી હતી.
શામળાજી પોલીસ અણસોલ પાસે વાહનોની ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક છોટા હાથી શંકાસ્પદ જણાઈ હતી. જેને શામળાજી પોલીસ દ્વારા રોકવાનો પ્રયત્ન કરતાં છોટા હાથીના ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી દીધું હતું. જેના કારણે શામળાજી પોલીસે ટેમ્પાનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને ભાગી છુટેલી છોટા હાથીને સુરપુર ખાતે ઓવર સ્પીડના કારણે પલટી ગઈ જાતાં પકડી પાડ્યો હતો. જેમાંથી વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક વાહનચાલક અને દારૂને હિરાસતમાં લઈ 1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.