ઘોઘંબા તાલુકાની લાલપૂરી પ્રાથમિક શાળા માં ગણિત વિજ્ઞાન મંડળ અંતરગત શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બુધવાર ના રોજ રાખવામાં આવેલું.જેમાં નાનકડા ગામ ના ઉત્સાહી બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન વિષય ઉપર ૪૭ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં ધુમાડા શોષક યંત્ર,થ્રી ડી સોલાર સિસ્ટમ,વેસ્ટ માંથી બેસ્ટ વેક્યુમ ક્લીનર,રોબોટ જેવી કૃતિઓ રજૂ કરેલી. સાથે સાથે ગણિત શીખવાની સરળ રીતો પણ રજૂ રાખવામાં આવેલી. તદુપરાંત રેદિયેશન ફ્રી ગામ બનાવવા ગાયના છાણની વિવિધ કૃતિઓ રજૂ રાખવામાં આવેલી. બાળકો એ ખુબ ઉત્સાહથી આ પ્રવૃતિ માં ભાગ લીધો હતો. લાલ પુરી શાળા માં ફરજ બજાવતા શિક્ષિકા સીમાબેન જોષી દ્વારા વિદ્યાર્થીઓ ને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું જેનાથી બાળકો હાલના આધુનિક અને વિજ્ઞાન તથા ટેકનીકલના યુગ માં હરણફાળ ભરી શકે. બાળકોએ પણ શાળા સમય બાદ પણ સમય આપી પોતાનું સર્વોચ્ચ યોગદાન આપેલું.લાલ પૂરી ગામ ના સરપંચ તથા એસ.એમ.સી.સભ્યો સહિત ના માનવંતા વરિષ્ઠ નાગરિકો અને આચાર્ય ભારત ભાઈ પટેલનાઓ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ ખુલ્લો મુકવમાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો ને પારિતોષિક રૂપે શિલ્ડ તેમજ તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ઈનામ સીમાબેન જોશી દ્વારા તેમજ તિથિ ભોજનની વ્યવસ્થા હેતલબેન ત્રિવેદી દ્વારા પુરી પાડવા માં આવેલી તેમજ વિશેષ સહકાર ભરતભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવેલો.બાળકોમાં રહેલી અદ્રશ્ય શક્તિઓ જોઈ તમામ મહેમાનો આશ્ચર્ય ચકિત રહી ગયેલા અને ભવિષ્ય માં આવી તમામ પ્રવૃત્તિઓ માં સહકાર આપવાની તૈયારી પણ દર્શાવેલી.