પેટલાદ તાલુકાના મોરડ ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયદીપભાઇ વાઘેલા ને શાળામાં 25 વર્ષ પૂર્ણ થતા કેક કાફી ઉજવણી કરવામાં આવી હતી. યોજાયેલા કાર્યક્રમમાં જયદીપભાઇ દ્વારા બાળકોને પ્રેમ ભોજન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.