શહેરા તાલુકા શિક્ષણ પરિવાર આયોજિત T-10 ટીચર્સ ક્રિકેટ લીગ ફાઇનલ મેચ ખાંડીયા મુકામે રમાઈ

ફિટ ઇન્ડિયા કાર્યક્રમના અનુસંધાને દર વર્ષે શહેરા તાલુકાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામન્ટ આયોજિત કરવામાં આવે છે જે અનુસંધાને શહેરા તાલુકા શિક્ષણ પરિવાર આયોજિત ફાઇનલ મેચનું આયોજન ખાંડીયા મુકામે રમાડવામાં આવી.ફાઇનલ મેચ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અરવિંદસિંહ પરમાર , પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય મહામંત્રી શ્રી અનિરુદ્ધસિંહ સોલંકી , દિગંતભાઈ પટેલ , મિતેશ પટેલ અધ્યક્ષ શૈ .સંઘ શહેરા , બીટ.કે.ની. સુરેશભાઈ પટેલ , પ્રવિણસિંહ રાઠોડ , સરપંચ શ્રી ખાંડીયા લાલભાઈ , અલ્પેશભાઈ તાન, તાલુકા ઘટક સંઘ , શૈક્ષિક સંઘ ના હોદ્દેદાર , ધનસુખભાઈ પટેલ (મારુતિ ટીમ્બર માર્ટ), ધ્રુવ પટેલ , અહેમદ પટેલ , ઈશ્વર રાવલ , અમિત શર્મા , સરદાર ભાઈ વણઝારા, ઉપસ્થિત રહ્યા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શહેરા તાલુકાના ૧૭ પગાર કેન્દ્ર ના શિક્ષકોની ટીમો વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ખોજલવાસા અને વાઘજીપુર ટીચર્સ ટીમ ફાઇનલમાં આવી હતી. અત્યંત રોમાંચક મેચ માં વાઘજીપુર ટીમ વિજેતા થઈ. સતત પાંચમી વાર યોજાયેલ ટુર્નામેન્ટમાં ટ્રોફીના દાતા મારુતિ ટીમ્બર માર્ટ શહેરા તરફથી હતી. જેમના તરફથી વિજેતા ટ્રોફી , રનર્સ અપ , બેસ્ટ બોલર , બેસ્ટ બેટ્સમેન ટ્રોફી ભેટ આપવામાં આવી હતી .મહેશ્વરી યુનિફોર્મ કપડવંજ દ્વારા ટુર્નામેન્ટમાં ચા - નાસ્તા માટે આર્થિક સહયોગ આપેલ હતો. અરવિંદભાઈ પંચાલ શ્રેષ્ઠ શિક્ષક ટુર્નામેન્ટ ના મેન્ટર તરીકે હતા જેમના દ્વારા તમામ મહેમાનો માટે મરડેશ્વરદાદાની તસ્વીર ભેટ તરીકે આપવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ મેન ઓફ ધ મેચ ટ્રોફી ભરતભાઈ ભોઈ લાયન્સ ક્લબ લુણાવાડા તરફથી મળેલ હતી.ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ જયપાલસિંહ બારીયા હતા. વિકી પલાસ બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા. બેસ્ટ બોલર નો એવોર્ડ ભૂપેન્દ્ર બારીઆને મળ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન જયપાલસિંહ બારીઆના નેતૃત્વ હેઠળ થયેલ હતું. ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહ નું સંચાલન ભૂપેન્દ્રભાઈ સી.આર.સી. અણિયાદ અને અમિતકુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સહ આયોજક તરીકે અશોકભાઈ , પિંકેશભાઈ, મયંકભાઇ, અમિતભાઈ,ભરતભાઈ , હરેશભાઈ એ સહયોગ આપ્યો હતો live score બોર્ડ અપડેટ ની કામગીરી અને અમ્પાયર તરીકે મનીષભાઈ , ધર્મેન્દ્રભાઈ , પરેશભાઈ , નીતિનભાઈ એ સહયોગ આપ્યો હતો.