શહેરા તાલુકાના ઉજડા ગામના ૧૦૦ ઉપરાંત કોંગ્રેસી કાર્યકરો વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા
શહેરા તાલુકામાં લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું તેમ ઉજડા ગામના કોંગ્રેસના આગેવાન મહેશ ઉદાભાઈ પરમાર, અનિલ મંગળભાઈ પરમાર, રાહુલ અને ભુરાભાઈ સહિતના ૧૦૦ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાંથી છેડો ફાડી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા,જેને લઈને ભાજપમાં જોડાનાર સૌનું પંચમહાલ ડેરી ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ભાજપનો ખેસ પહેરાવી સૌને આવકાર આપી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ આપ્યો હતો,સાથેસાથે આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ સહિતના ભાજપના હોદ્દેદારોએ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર સૌને આવકાર્યા હતા