પંચમહાલ જિલ્લામાં સતત હાર્ટ એટેકનો બીજો બનાવ,શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામના ૪૦ વર્ષિય યુવાનનું હાર્ટ એટેકથી મોત,સારવાર માટે લઈ જતી વેળા એ રસ્તામાં થયું મોત.

હૃદયરોગથી ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ યુવાનનું મોત થયાનું સામે આવતું હોય છે,તે જ પ્રકારે પંચમહાલ જિલ્લામાં હાર્ટ એટેકનો સતત બીજો બનાવ સામે આવ્યો હતો,જેમાં શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામના પટેલ ફળિયામાં રહેતા રામસીંગભાઈ પટેલને હૃદયરોગનો હુમલો આવતા તેઓને માતરિયા વ્યાસ થી લુણાવાડા ખાતેની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહ્યા હતા તે સમય દરમ્યાન રામસીંગભાઈનું રસ્તામાં જ મોત થયું હતું,રામસિંહભાઈ પટેલનું હાર્ટ એટેકથી મોત થતાં તેઓના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.