શહેરા નગરપાલિકાની ટીમે પોલીસ ચોકી નજીક પતંગ-દોરીનું વેચાણ કરતા દુકાનદારને ત્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 3 ફિરકા ઝડપી પાડ્યા

ઉત્તરાયણના પર્વને લઈને પતંગ અને દોરીના વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલનું વેચાણ કરવામાં આવતું હોય છે,જેને અનુલક્ષીને શહેરા પ્રાંત અધિકારીની સૂચના અનુસાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા પતંગ-દોરીના દુકાનદારોને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં શહેરા પોલીસ ચોકી નજીક આવેલ પાયલ ફૂટવેર નામની દુકાનમાં પતંગ-દોરીનું વેચાણ થતું હોય ત્યાં પાલિકાની ટીમે તપાસ કરતા પાયલ ફુટવેર નામની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી,જેને લઈને પાલિકાની ટીમે સ્થળ પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 3 ફિરકા ઝડપી પાડી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.