ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ચાર દિવસીય યોગ મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો.

આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ડીસાના આંગણે યોગ મહોત્સવનું ચાર દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અંતિમ દિવસે મોજ મસ્તી સાથે લોકો યોગ સાધનામાં લીન બન્યા હતા. અંતિમ દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યોગગુરૂ શૈલેષજી રાઠોડ ચાર દિવસ સુધી મસ્તી સાથે લોકોને યોગ કરાવ્યા હતા અને યોગ્ય પદ્ધતિસરનું માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ યોગ મહોત્સવમાં આર્થિક રીતે સહયોગ આપનાર જુગલ કિશોર અગ્રવાલના ધર્મપત્ની કૌશલ્યાબેન અગ્રવાલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ડીસાની નવજીવન બી.એડ્. કોલેજ અને નવજીવન એમ.એસ.સી. કોલેજને પણ આર્થિક સહયોગ બદલ ઓઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, હૃદય રોગના હુમલાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે તેમાંય બાળકોમાં હૃદય રોગ આવવાની ઘટનાઓ હૃદય દ્રાવક છે. છેલ્લા 12 મહિનામાં 16 બાળકો હૃદય રોગથી મૃત્યુ પામે છે આ માટે શું કરવું જોઈએ તો જીવન જીવવાની શૈલી બદલો, જંક ફૂડ ઓછું કરો, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો, દરરોજ વોકિંગ કરો, ઘરે બનાવેલો ગરમ ખોરાક જ ખાવો, યોગ અને પ્રાણાયામ તરફ પાછા વાળો, તણાવ મુક્ત જીવન તરફ આગળ વધો. બધું ઈશ્વર સંભાળે છે, દ્ઢ વિશ્વાસ સાથે મસ્તીથી જીવન જીવો, શક્ય હોય તેટલું દાન પુણ્ય કરો.

અંતિમ દિવસે લોકો ભજનો અને ગીતો પર ઝૂમી ઉઠયા હતા પોતાની અમૃત વાણીમાં યોગગુરૂ શૈલેષ રાઠોડ જણાવ્યું હતું કે, નવા વર્ષે નવા વિચાર સાથે દિવસની શરૂઆત કરો. દરરોજ જન્મદિવસ હોય એવો આનંદ અનુભવો. એ જ વ્યક્તિ સુખી થઈ શકે છે જે સ્થિર છે આથી રોજ કસરત કરો.યોગ સાધના કરો. તેમજ ધ્યેય સાથે દિવસની શરૂઆત કરો. જે હસી શકે છે તે જ યોગ કરી શકે છે. સાથે સાથે ભોજન કેવી રીતે લેવું એની રીત પણ સમજાવવામાં આવી હતી. આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડીસાના તમામ કાર્યકર્તાઓએ યોગ ગુરુ શૈલેષ રાઠોડને ભેટ આપીને સન્માન કર્યું હતું.