જે ડી પટેલ હાઇસ્કુલ ખેડબ્રહ્મા અણુવ્રત શપથ કાર્યક્રમ યોજાયો

જીવન વિજ્ઞાન પ્રેક્ષા જ્ઞાન સંસ્થાના  શંકરલાલ શાહ તથા મંત્રી અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશ કુમાર એસ પટેલ આજરોજ જે ડી પટેલ નિકેતન હાઈસ્કૂલ ખેડબ્રહ્મા મુકામે બાળકો ઉપયોગી જીવન વિજ્ઞાન પ્રેક્ષાધાન અણુવ્રતના કુલ 14 નિયમો અંગેની સ્પષ્ટતા અને છણાવટ વિદ્યાર્થીઓ સમક્ષ શ્રી શંકરલાલ શાહ દ્વારા કરવામાં આવેલ. નાના નાના નિયમો પણ જીવન ઉપયોગી હોવાથી વિદ્યાર્થી અવસ્થામાં નૈતિક મૂલ્ય ઘડતરમાં અને પોતાના દૈનિક શિક્ષણ કાર્યમાં યાદશક્તિ વધારવા માટે કઈ રીતે ઉપયોગી થાય તેની સમજ આપવામાં આવેલ. સંસ્થાના મંત્રી અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશ કુમાર એસ પટેલે સૌ બાળકોને જીવનમાં વધુ પ્રગતિ સાધવા માટે શું કરી શકાય તે અંગેનું મોટીવેશનલ પ્રવચન આપેલ. આ પ્રસંગે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય શ્રી એચ.ડી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માત પિતા ગુરુ ચરણોમે વંદન વારંવાર એવી સરસ મજાની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરેલ. શાળાના આચાર્યશ્રી પી બી પટેલે સૌને આવકાર્યા હતા. આભાર દર્શન દીપમાલા બહેને કરેલ. કાર્યક્રમની અંતે અણુવ્રત નિયમોની મઢેલી કોપી શાળાને અર્પણ કરવામાં આવેલ.