ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે શુક્રવારે શ્રીરામ ટોકીઝ પાછળ બાવળની જાડીમાં રેડ કરતા ત્યાંથી ગંજીપાનાનો જુગાર રમતા પાંચ ઈસમોની 11,200 ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

ડીસા શહેર દક્ષિણ પોલીસને શુક્રવારે બાતમી મળી હતી કે, શ્રીરામ ટોકીઝ પાછળ બાવળની જાડીમાં ગંજીપાનાનો જુગાર રમાય છે. જેથી શહેર દક્ષિણ પોલીસે રેડ કરતા ત્યાંથી ગંજીપાનાનો જુગાર રમતા પાંચ ઈસમો જોડેથી રૂપિયા 9 હજાર રોકડા, પટમાથી 2200 રૂપિયા રોકડા મળી 11,200 ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની અટકાયત કરવામાં આવી હતી.

જુગાર રમતાં પકડાયેલા પાંચ શખ્સો

1. દેવચંદભાઈ જગાજી ઠાકોર ઉ. વ.40, રહે ઢુંવારોડ શિવ શંકર કોલ્ડ સ્ટોરેજની પાછળ જીગ્નેશભાઈ પટેલના બોર ઉપર મૂળ રહે બોડા ડીસા

2. અસલમભાઈ સફિકભાઈ અન્સારી (મુસ્લિમ) ઉંમર વર્ષ 54, હુસેનીચોક રાજપુર રોડ માટલાવાળાના પાસે ડીસા

3. પ્રવીણભાઈ ઈશ્વરભાઈ રાવળ ઉંમર વર્ષ 28 હાલ રહે આશાપુરા સોસાયટી ભાગ-2 ડીસા મૂળ રહે સામઢી,મોટાવાસ,પાલનપુર

4. કાંતિભાઈ લાલાભાઇ વાલ્મિકી ઉંમર વર્ષ 53, હાલ રહે ડીસા શ્રીરામ ટોકીઝ પાસે કિરીટભાઈ બેલ્સે, મૂળ રહે સામઢી રાણાજીવાસ તા.પાલનપુર

5. ભરતકુમાર નટવરલાલ શાંખલા ઉંમર વર્ષ 32 રહે જુનાડીસા ઢાળવાસ,ડીસા