ડીસામાં બીડી પાર્ક સોસાયટી પાસે વીજ ડીપીમાં આકસ્મિક આગ લાગતા અફડા-તફડી સર્જાઇ હતી. ઘટનાને પગલે યુજીવીસીએલ અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ બનાવ સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસામાં ત્રણ હનુમાન મંદિર રોડ પર આવેલા બીડી પાર્ક પાસે વીજડીપીમાં આકસ્મિક આગની ઘટના સર્જાઇ હતી. જોતજોતામાં જોરદાર આગ ભભૂકી ઉઠતા આજુબાજુમાં ભયનો માહોલ છવાયો હતો. બનાવને પગલે તરત જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરતા યુજીવીસીએલની ટીમ અને નગરપાલિકાની ફાયર-ફાઈટરની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી.

યુજીવીસીએલની ટીમે વીજળીનો પુરવઠો તરત જ બંધ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.