કાલોલ ખાતે આવેલ બોરુ પ્રાથમિક શાળા ની અંદર વિદ્યાર્થીઓને ઉપયોગી વિવિધ પ્રકારના અવનવા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે.ત્યારે વધુ એક રમતોત્સવ નો કાર્યક્રમ બાળકો અને યુવાધન રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને ખેલદિલી ની ભાવના જાગે તે હેતુ સર રાખવામાં આવ્યો હતો.સ્પોર્ટ્સમાં રસ ધરાવતા ઊર્જાવાન વિદ્યાર્થીઓ અને શિક્ષણગણ જેની આતુરતાથી રાહ જોતા હતા એ બોરુ ગ્રામ્ય કક્ષાનો રમતોત્સવ ‘ખેલ મહાકુંભ 2.0’નો અન્વયે ખો-ખો, કબડ્ડી, સાંધિક રમતો નું ત્રિદિવસીય આયોજન બોરુ ખાતે કરવામાં આવ્યું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ કોઓર્ડિનેટર એ હાજર રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.વિજેતા થયેલ ખેલાડીઓનું મુખ્ય શિક્ષક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.