*સ્ટાર સિટી હોલ, હિંમતનગર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજયુકેટર ક્વિઝ નો કાર્યક્રમ યોજાયો*
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
***
કિશોર - કિશોરીઓ માં એનિમિયા, કુપોષણ, માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાન ની સ્વચ્છતા, વ્યસનમુકત જીવન જેવા વિવિધ વિષયો પર પિયર એજયુકેટર જાણે અને તેમના પિયર ગ્રુપમાં આ અંગેનો સંદેશો તેમના દ્વારા પહોંચે તેવા ઉમદા આશય સાથે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા યુવા પહેલ કવિઝ ના માધ્યમનો ઉપયોગ કરી પિયર એજ્યુકેટરો દ્વારા આરોગ્ય નો સંદેશો અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ જેને સારો આવકાર મળેલ.
આ ક્વિઝ સમગ્ર જિલ્લા માં ત્રણ ચરણ માં યોજાયેલ, જેમાં પ્રથમ ચરણ માં ૨૯૨ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ તા. ૪ થી ૭ ડિસેમ્બર દરમિયાન સ્પર્ધા યોજાયેલ. જેમાં પ્રથમ ક્રમે આવેલ પિયર એજ્યુકેટર ને તાલુકા કક્ષાએ તા. ૨૧ ડિસેમ્બર નારોજ યોજાયેલ સ્પર્ધામાં રમવા માટે પસંદ કરવામાં આવેલ જે પૈકી
આજે જિલ્લાના આઠ તાલુકની સ્પર્ધામાંથી ૨૪ પિયર એજ્યુકેટરોને પસંદ કરી જિલ્લા કક્ષાએ અલગ - અલગ ચાર રાઉન્ડ ની વિવિધ આરોગ્ય ની રમતો રમાડી તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવેલ.
આજની સ્પર્ધા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, ડી. આર. ડી. એ ડાયરેક્ટર શ્રી કે. પી.પાટીદાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરીયા, SBCC SPECIALIST, યુનિસેફ, ગુજરાત, શ્રી વિજયશંકર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી અને આરોગ્ય શાખાના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહેલ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી આરોગ્ય શાખા ના પ્રયાસ ને આવકરતા જણાવેલ કે સમગ્ર રાજ્ય પ્રથમ વખત આવો પ્રયાસ જિલ્લા ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જે પ્રસંશનીય છે. આર. કે. એસ. કે કાર્યક્રમ દ્વારા સશક્ત ભારતના નિર્માણમાં પિયર એજ્યુકેટરોનો ફાળો મહત્વનો ભાગ ભજવશે