*વિજયનગર તાલુકાના આંજણા ચૌધરી સમાજનું ગૌરવ* 

વિજયનગર તાલુકાના દંતોડ ગામના પટેલ કાંતિભાઈ વેલાજી આર્મી જવાન તરીકે દેશની સેવામાં આર્મી મેડિકલ કોર્સ ફિલ્ડ સર્વિસ માં આશરે 33 વર્ષ પોતાની ફરજ બજાવી છે. તેઓ તારીખ 25 ઓગસ્ટ 1990 એનરોલમેન્ટ થયા હતા. તેમને આશરે જમ્મુ કાશ્મીર અને નાગાલેન્ડ આસામમાં 20 વર્ષ પસાર કર્યા હતા. રેન્ક સબ મેજર પદે બિરુદ મેળવી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.વયનિવૃતિ ના કારણે તારીખ 31 ડિસેમ્બર 23 ના રોજ ૩૩ વર્ષ પછી રિટાયરમેન્ટ થયેલ છે.સમગ્ર દંતોડ ગામના અગ્રણી અને સમસ્ત ગામ તેમજ વિજયનગર તાલુકાના આજણા સમાજ ના વડીલો , માતાઓ તથા યુવાનો દ્વારા શુભેચ્છા પાઠવી હતી.તેમની દેશની સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી હતી.