ડ માં ઘી તેલ મરચું હળદર સહિતની ખાદ્ય ચીજોનું મોટા પ્રમાણમાં ડુબલીકેટિંગ કરવામાં આવે છે ત્યારે એક જાગૃત નાગરિકે બનાસકાંઠા ફૂડ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી હતી કે જીઆઇડીસી ની અંદર આવેલી તેલ મિલોમાં લીકેટિંગ કરવામાં આવે છે આ રજૂઆતના પગલે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે આજરોજ બપોરના સમયે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સવાઈ ઓઇલ મીલમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી જેમાં ત્યાં થી પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લીધા હતા
ડીસા શહેર માં આવેલી જીઆઇડીસી માં તેલ મિલો ની અંદર મોટા પ્રમાણમાં ડુબલીકેટિંગ અને ભેળસેળ કરવામાં આવે છે તેવી રજૂઆત લેખિતમાં એક જાગૃત નાગરિકે બનાસકાંઠા ફ્રુડ વિભાગમાં કરી હતી આ રજૂઆતના પગલે ગુરુવારે બપોરે બનાસકાંઠા ફ્રુડ વિભાગના પ્રિયંકાબેન ચૌધરીએ પોતાની ટીમ સાથે જીઆઇડીસીમાં પ્લોટ નંબર 32 માં આવેલ શ્રી સવાઈ માર્કેટિંગ નામની ઓઇલ મીલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન સવાઈ ઓઇલ મીલ માંથી પામોલીન અને સોયાબીન તેલના જુદા જુદા સેમ્પલ લીધા હતા આ સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું ફ્રુડ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો