ડીસા દક્ષિણ પોલીસ મથક ની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમી ના આધારે શહેરના વિશ્રામ ગૃહ પાસેથી વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ડાયરી બોલપેન અને રોકડ રકમ સહિત નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

ડીસા શહેર દક્ષિણ પીઆઇ આર.એસ.દેસાઈ .પ્રવિણભાઈ ઈશ્વરભાઈ રામજીભાઈ વિરસંગભાઈ ભરતદાન સહિતની ટીમ સાથે ગઈકાલે ઉતરાયણ પર્વ નિમિત્તે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરના વિશ્રામ ગ્રુપ પાસે દિવાનસી પાર્લર આગળ ખુલ્લી જગ્યામાં એક ઈસમ આંક ફરકનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે સ્થળ ઉપર રેડ કરતા વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સ ને ઝડપી પડ્યો હતો પોલીસે યાસીન અબ્બાસભાઈ શેખ રહે.સદરબજાર ડોલીવાસ ડીસા વાળાની અટકાયત કરી તેની પાસેથી ૧૯૭૫૦ રોકડ તથા જુગાર સાહિત્ય બોલપેન ડાયરી મળી કુલ રૂ.૧૯૭૬૫ નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે