બનાસકાંઠા જીલ્લાના થરા-રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ભીલડીથી રાધનપુર મજૂરકામે જઈ રહેલા બે યુવકોને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે બાઈક ડીવાઈડર સાથે ટકરાઈ સ્લીપ ખાતા બંને યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

થરા-રાધનપુર નેશનલ હાઈવે ઉપર ભીલડીથી રાધનપુર મજૂર કામે જઈ રહેલા બે બાઇક સરવારો ડિવાઈડર સાથે ટકરાતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત થતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી પહોંચી ગંભીર ઈજાગ્રસ્ત યુવકને 108 ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે પોલીસને જાણ થતા થરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.