હાલોલ શહેરના જાણીતા સમાજ સેવક તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી અને છેલ્લા ત્રણ ટર્મથી નગર પાલિકામાં ચુંટાઈ આવી બે ટર્મથી હાલોલ નગરપાલિકા ખાતે વિરોધ પક્ષના નેતા તરીકે જનતાના પ્રશ્નો ઉઠાવી સેવાઓ આપતા કોંગ્રેસના નગર પાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા સલીમભાઈ પાનવાલા ઉર્ફે સરજોને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનભાઇ પરમારને પોતાનું રાજીનામું પાઠવી કોંગ્રેસ પક્ષમાંથી પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા પંચમહાલ જિલ્લા સહિત હાલોલ તાલુકા અને હાલોલ નગર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે જોકે સલીમભાઈએ પોતાનું રાજીનામું આપવા બાબતે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરી જણાવ્યું છે કે સતત રાજકીય જીવનની વ્યસતતાને કારણે તેઓ પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતા નથી તેમજ પોતે એક વેપારી હોવાના કારણે ધંધાકીય વ્યસ્તતાના કારણે કોંગ્રેસ પાર્ટીને પણ પૂરતો સમય આપી શકતા ન હોવાના કારણે પોતે પરિવાર અને પક્ષને એકસરખો સમય આપી શકવા સમર્થ ન હોઈ પક્ષના નેતૃત્વને આગળ વધારવા માટે અન્ય નવા નેતૃત્વને મોકો આપવા કોંગ્રેસ પક્ષને નવું નેતૃત્વ અને નવું બળ મળે તેના કારણે પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી રહ્યા છે તેમજ તેઓએ કોંગ્રેસ પક્ષના રાજ્ય સ્તર સહિત સ્થાનિક મોવડી મંડળના નેતૃત્વ દ્વારા તેઓની ઉપર વર્ષો સુધી જે ભરોસો રાખી વિરોધ પક્ષના નેતા તરીકેનું જે નેતૃત્વ સોપવામાં આવેલ હતું તેને લઈ કોંગ્રેસના રાજ્ય સ્તરના તેમજ સ્થાનિક કક્ષાના તમામ મોવડી મંડળનું ઋણ વ્યક્ત કરી ખૂબ ખૂબ આભાર માન્યો હતો જોકે હાલોલ પંથકમાં કોંગ્રેસના સૌથી મજબૂત અને કદાવર નેતા તરીકે પંથકમાં પોતાની છાપ બનાવનારા હાલોલ નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સલીમ પાનવાલા (સરજોન)એ કોંગ્રેસ પક્ષમાંથી પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દેતા હાલોલના રાજકીય મોરચે ભારે ગરમાવા સાથે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.