ડીસા તાલુકાના હરીપુરા (વરણ) પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં વિવિધ બાળ રમતોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કેક, ચોકલેટ, બુંદી અને સેવ વિદ્યાર્થીઓને અપાઇ હતી.

આ પ્રસંગે મુખ્ય શિક્ષક કિરણબેન બોદર, ઉપશિક્ષક અજીતભાઇ માલીવાડ, એસ.એમ.સી. સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા સુશોભન કરી સુંદર આયોજન કરાયું હતું. જેમાં દામા સી.આર.સી.કો. ઓર્ડીનેટર નવિનકુમાર એમ. પઢિયાર ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.