ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે શહેરના ભોપાનગર રોડ ઉપર આવેલ એક રહેણાક મકાનમાં રેડ કરી ચાઈના દોરીને 28 ફિરકીઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ના પી આઈ આર.એસ.દેસાઈ ગઈકાલે સ્ટાફ સાથે ઉત્તરાયણ તહેવાર નિમીત્તે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડીસા હુશેની ચોક પાસે રાવળવાસમાં રહેતો ચેતનભાઈ નટવરભાઈ.પટણી વાળો પોતાના રહેણાંક ઘરે પ્રતિબંધીત ચાઈનીઝ દોરી રાખી વેચાણ કરે છે. જે હકિકત ના આધારે રેડ કરતા ઘરની અંદર થી પ્રતિબંધીત ચાઈનીઝ સીન્થેટીક દોરી ની 28 ફિરકી ઓ મળી આવી હતી જેથી કુલ 11200 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ચેતનભાઈ નટવરભાઈ પટણી રહે.ડીસા ભોપાનગર હુશેનીચોકપાસે વાળા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે