પાલનપુર ચંડીસર જીઆઇડીસી વિસ્તારમાં વીજડીપીમાંથી ઓઇલની ચોરી કરતાં ટ્રક ચાલકને ગઢ પોલીસની ટીમે ઝડપી લીધો હતો. જેની પાસેથી ઓઇલ સહિત રૂપિયા 10.08 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાલનપુર ગઢ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ જીઆરડી જવાનો નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન ચંડીસર જીઆઇડીસી વિસ્તારમાં એક ટ્રક વીજ ડીપી પાસે ઊભેલો હતો અને તેનો ચાલક ડીપીમાંથી ઓઇલની ચોરી કરતો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો જેથી પોલીસે તેનું નામ પૂછતા તે ગુરમીતસિંઘ હરબાન્સસિંઘ બાજવા (જાટ) ઉં.ર્ષ 48 (રહે. ગાજીકોટ તા. દીનાનગર જિ. ગુરૂદાસપુર પંજાબ)નો હોવાનું જણાવ્યું હતું જેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ટ્રક ચાલક સેલવાસથી ટ્રકમાં સામાન લોડ કરી અને અમદાવાદ, પાલનપુર થઈ રાજસ્થાન થઈ જમ્મુ કાશ્મીર જવા સારું નીકળ્યો હતો અને ચંડીસર જીઆઇડીસી પાસે આવતા પોતે ઓઇલ ચોરી કરવા સારું જીઆઇડીસી વિસ્તારમાં રોકાયો હતો. જે ઈલેક્ટ્રીક ટ્રાન્સફરમેન્ટ (ડીપી)નો પાના વડે કાગ ખોલી તેમાંથી આશરે 30 લીટર ઓઇલ રૂ.3000ની ચોરી કરી હતી.પોલીસે ટ્રક, ઓઇલ, પાઇપો,પાના,મોબાઈલ સહિત કુલ રૂ. 10,08,050 કબ્જે લીધો હતો.