ગુજરાતના શહેરમાં પણ આવી શકે પેટ્રોલ કાપ

જો ટ્રક ડ્રાઈવરોની હડતાળ ચાલુ રહી તો ગુજરાતના મોટા શહેરોમાં પણ ચંદીગઢવાળી થઈ શકે છે. અમદાવાદ, સુરત રાજકોટ જેવા શહેરોમાં પણ પેટ્રોલ કાપ આવી શકે છે. 

હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરો હડતાલ પર

હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યાં છે. તેઓ કાયદાની કેટલીક ખાસ જોગવાઈઓનો વિરોધ કરી રહ્યાં છે. હકીકતમાં ભારતીય ન્યાય સંહિતાના કાયદામાં જોગવાઈ છે કે જો ડ્રાઈવર એક્સિડન્ટ કરીને ભાગી જાય તો તેવા કિસ્સામાં 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થઈ શકે છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ટ્રક ડ્રાઈવરોને આ વાતની સામે જ વાંધો છે. ડ્રાઈવરોની દલીલ છે કે તેમની મહિને 6000 કમાણી છે અને આવામાં તેમને હાથે એક્સિડન્ટ થાય તો તેઓ 7 લાખનો દંડ કેવી રીતે ચુકવી શકે. 7 લાખ હોત તો ટ્રક ડ્રાઈવરની નોકરી ન કરતાં હોત 

ટ્રક ડ્રાઈવરોનું એવું પણ કહેવું છે કે જો તેમની પાસે 7 લાખ હોય તો તેઓ ડ્રાઈવરની નોકરી ન કરતા હોત. ટ્રક ડ્રાઈવરોનું કહેવું છે કે તેમની આ ડિમાન્ડ વિચારવા લાયક છે. 

કાયદા સામે દેશભરમાં પ્રદર્શનો 

હીટ એન્ડ રનમાં 10 વર્ષની સજા અને દંડના કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. આ કાયદાને ખોટો ગણાવીને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણા, દિલ્હી, યુપી, એમપી, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઇવરોએ કાર થંભાવી દીધી છે અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરાઈ રહી છે કે કાયદાની જોગવાઈઓ હળવી કરવામાં આવે. આ નિયમથી માત્ર ટ્રક ચાલકો જ નહીં પરંતુ ટેક્સી, ઓટો ચાલકો પણ પરેશાન છે. આ કાયદો ખાનગી વાહન માલિકોને પણ એટલો જ લાગુ પડશે.

શું છે હિટ એન્ડ રનની નવી જોગવાઈ 

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.