વિકસિત ભારત સંકલ્પ યાત્રા:
હિંમતનગરની ત્રિવેણી વિધાલય મહેતાપુરા ખાતે નગરપાલીકાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ત્રિવેણી વિધાલય મહેતાપુરા ખાતે નગરપાલિકાના વોર્ડ નં. ૧, ૩, અને ૪ની વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સરકારી યોજનાઓ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દરેક લોકોએ સરકારી યોજનાઓનો લાભ લઈ અન્ય લોકોને પણ યોજનાઓ વિશે જણાવી આંગળી ચિંધવાનું પુન્ય મેળવવા જણાવી વધુમાં વધુ લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે આ યાત્રા આવી હોવાનું ઉમેર્યું હતું. સૌ લોકો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાય અને ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવા સંકલ્પ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મની સાથે સાથે નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્ર્મ યોજાયો હતો. જેની મહાનુભવોએ મુલાકાત લઈ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષદવે, અગ્રણી શ્રીકૌશલ્યાબા,નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અલ્પેશ પટેલ, શ્રી વસુભાઈ રાવલ, શ્રી સવજીભાઈ ભાટી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.