DEESA // ડીસા માં યુવકે ઘરમાં જ દુપટ્ટા વડે પંખા પર ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો..

ડીસા માં ગુલબાણી નગરમાં યુવકે સોમવારે બપોરે ઘર માં જ દુપટ્ટા વડે પંખા પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, ત્રણ સંતાન ના પિતાએ આત્મહત્યા કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ બનાવ સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

ડીસા ના ગુલબાણી નગર વિસ્તાર માં રહેતા 45 વર્ષીય જીતુભાઈ રામાભાઈ જોશી ડ્રાઇવિંગ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે, તે દરમિયાન સોમવારે બપોર ના 12 વાગ્યા આસ પાસ અગમ્ય કારણોસર તેઓ ઘર માં એકલા હતા, તે સમયે પંખા પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી..

ઘટના ની જાણ થતાં જ આજુ બાજુ ના લોકો દોડી આવ્યા હતા, આ અંગેની જામ ડીસા શહેર ઉત્તર પોલીસ ને થતાં બનાવ સ્થળે પહોંચી હતી અને સ્થળ નું પંચનામું કરી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, એક દીકરો અને બે દીકરી સહિત ત્રણ સંતાન ના પિતાએ અચાનક આત્મ હત્યા કરતા પરિવાર માં શોક છવાયો હતો, તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે..