શ્રી રામ ટ્રાન્સપોર્ટ દ્વારા તેઓએ આપેલ પાવર ઓફ એટર્ની ધારક નિલેશ જે પરમાર મારફતે ગોધરા ના બીજા એડિશનલ સીવીલ જજ અને જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા શહેરા તાલુકાના ધારાપુર ના આરોપી સુરેશભાઈ દલપતભાઈ પટેલીયા સામે એન આઈ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી જેની મુખ્ય વિગતો જોતા આરોપી એ જેસીબી લાવવા માટે વર્ષ તા ૨૮/૦૩/૨૦૧૪ માં રૂ ૬ લાખ ની લોન લીધેલ જેના હપ્તા સમયસર ભરપાઈ નહિ કરતા ફરીયાદીએ ઉઘરાણી કરતા રૂ ૧૫ લાખનો એક્ષીસ બેંક અમદાવાદ નો તા ૧૮/૧૨/૨૦૧૯ ના રોજ નો ચેક આપ્યો હતો જે ચેક અપૂરતા ભંડોળ ને કારણે પરત ફરતા સમગ્ર કેસ દાખલ કર્યો હતો કેસ ચાલી જતા આરોપી તરફે એડવોકેટ જીજ્ઞેશ બી જોશી દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરેલા પુરાવા જોતા નામદાર કોર્ટ અવલોકન કરેલ કે રજુ કરેલા ચેક મા આરોપીનુ નામ પટેલ સુરેશભાઇ છાપેલુ છે જ્યારે કેસ પટેલીયા સુરેશભાઇ દલપતભાઈ સામે કરેલ છે વધુમાં આરોપી પક્ષે જણાવેલ કે અમદાવાદ નવરંગપુરા ખાતે ની એક્ષિશ બેંક મા આરોપીનુ કોઈ ખાતુ જ નથી વધુમા ફરિયાદ પક્ષે રજુ કરેલા પાવર ઓફ એટર્ની ની કાયદેસરતા ની સામે પણ પ્રશ્નો ઉઠાવી તે બાબતે ઉલટ તપાસ કરતા કબુલ કરેલ કે ફરીયાદ કરવા માટે ની સત્તા કંપની સેક્રેટરી એ આપેલ છે અને કંપની સેક્રેટરી મેનેજીંગ બોર્ડ મા મેમ્બર નથી અને કંપની તરફથી ફરિયાદ કરવાની સત્તા આપી હોય તેવો કોઈ દસ્તાવેજ રજૂ કરેલ નથી વધુમા પટેલીયા અને પટેલ એ બન્ને અલગ અલગ અટક હોય છે અને આરોપીએ પોતાને આવો કોઈ ચેક આપેલ નથી વધુમાં રજુ કરેલ ખાતાનો ઉતારો જોતા રૂ ૨૧,૭૨,૮૦૮/૩૩ બાકી બતાવેલ છે. કેટલા હપ્તા ભર્યા તે પણ બતાવેલ નથી આમ સમગ્ર રીતે પાવર ઓફ એટર્ની હોલ્ડર ને તથાકથીત ચેક ના વ્યવહાર ની કોઈ જાત માહિતિ નથી તેથી આરોપીને સજા કરી શકાય નહીં વધુમા ચેક આરોપીના ખાતા નો હોવાનો પણ કોઈ નક્કર પુરાવો રજૂ કરી શકેલ ન હોઇ ફરીયાદી પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોય એડવોકેટ જે બી જોશી ની દલીલો અને એપેક્ષ કોર્ટ નાં વિવિઘ ચુકાદા ને ધ્યાને રાખીને આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે